#Gujarat #Farmer ગુજરાતમાં ઓછા વરસાદ પછી ચાર જિલ્લામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી છે. આ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે. આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે આ જાહેરાત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા હતા. સરકારે શું સહાયની જાહેરાત કરી? મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવા ઉદારતમ નિર્ણય કર્યો છે." ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે. ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati
ADVERTISEMENT
૧૮૦ બાધા ધારાસભામાં બેઠડયા છે એ નેતાઓને ખબર હોવી જોઇએ કે આટલા પૈસા કરતા તો તમારા એક માસનો પગાર વધારે હોય છે, આ સરકાર ખેડૂતોની છે જ નહીં.
આ એક મજાક છે
દિપકભાઈ આ સરકારે ખેડૂતો ની મજાક કરી હોય તેવુ લાગે છે
દક્ષિણ ગુજરાત ના ધરમપુર વાસદા કપરાડા તાલુકાઓ મા ડુગરાળ વિસ્તારો મા પહેલા ભારે વરસાદ થી બિ બિવડુ ધોવાય ગયુહતુ અને જે રહી ગયુ એ સુકાઈ ગયુ છે
એભાઈઅમારીઆખાવરસનિમેનતછે.મજાકનય
બંધ કરો આવી જાહેરાત આવું રજુ કરવામાં સરમ નથી આવતી.
એમના કેવડા પગાર છે ખેડૂત 17500 સુ થાય એતો જોવા જેવુ છે
દીપકભાઈ ❤❤❤❤
Sarkar ne kho dipak bhai aavi mazak na kare sarkar... sarkar ne kaho khulla khaetar ma 4 kalak besi niryan kare keduto ni aavi mazak na kare .
Great jok😅
2 mahina pachi su thase duskal vayo jase?
દીપકભાઈ મારે સરકારને એટલું કહેવું છે કે સહાય નહીં આપે ને તો ચાલશે ખેડૂત ને પાણી ઝડપી આપો
આથી 10 ગણા રુપિયા અધીકારીઓ સહી કરવા નાં લે છે
આમારૂ કેવુ છે ખેડૂતને કાય દેવાય નય એને કાય વાધો નથી વાધો છે સાવગરીબ માણસો ને એટલે ગરીબોને આપો
આપડે આવતા ચોમાસાની આગાહી ચાલુ રાખો
ભુપેન્દ્ર પટેલ ને કહો કે 4 જીલ્લાઓ નહીં પણ ગુજરાત ના ઘણા તાલુકા લગભગ ગુજરાત ના 90 % વિસ્તાર દુષ્કાળ ગ્રસ્ત છે,
સરકાર વિકાસ ના નામે પ્રક્રુતિ બરબાદ કરી તો વરસાદ ક્યાંથી આવે હાલ ચોમાસું ની મોસમ ગયી હવે આવતું ચોમાસામાં વરસાદ પડશે કે નયી એ પણ સવાલ છે પડે તો સારું ના પડે તો શું કરવું આખું વર્ષ છે કેવી રીતે નીકળશે
😂 જયરામભાઈ 🐂🙏
દિપક ભાઈ આ સરકાર ને કાય નો કહેવાય કારણ કે ભાજપ સરકાર ને સભા કરવી હોય તો રૂપિયા નો ખર્ચ કરે પણ ખેડૂતો ને દેવુ માફ કરવુ હોય તો રૂપિયા નથી જય કિસાન
Patan.gila Ne.sahay.karo